આંતરરાષ્ટ્રીય ફલક પર નવસારી કૃષિ યુનિવર્સિટીનો ડંકો: નેપાળની કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*નવસારી કૃષિ યુનિવર્સિટીએ નેપાળની કંપની સાથે ધરાવતા નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીઅન્ટ માટે ટેકનોલોજી ટ્રાન્સફરના કરાર કર્યા*
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે નેપાળની કંપની મોર્ડન એગ્રીકલ્ચર એન્ડ હબ્સ બિઝનેસ ફાર્મ દ્વારા કેળાના થડમાંથી સંશોધન પામેલા અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ ધરાવતા નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીઅન્ટ માટે ટેકનોલોજી ટ્રાન્સફરના કરાર કરવામાં આવ્યા હતા.
કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર એમ નાયક દ્વારા વિધિવત એગ્રીમેન્ટ ઉપર સહી કરી નેપાળના ટોપલાલની પ્રોપરાઇટરશીપમાં ચાલતી કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. ટી. આર. અલ્હાવત, સંશોધન વૈજ્ઞાનિક ડો. વી આર નાયક અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર ઇન્ટરનેશનલ કરારની કામગીરીમાં દિલ્હી આઈસીએઆરના એગ્રીઇનોવેટ દ્વારા પ્રક્રિયામાં સહાયકની કામગીરી પૂરી પાડવામાં આવી હતી. એગ્રીમેન્ટ બાદ ડો. ચિરાગ દેસાઈ દ્વારા નેપાળની કંપનીના નિમણૂક પામેલા અધિકારીને કેળાના થડમાંથી નોવેલ બનાવવાની નોંન ડિસ્ટક્લોઝર ટ્રેનીંગ આપી હતી.
આ અગાઉ યુનિવર્સિટી દ્વારા નોવેલ માટે આફ્રિકાની એક કંપની અને અમેરિકાની એક કંપની સાથે એમઓયુ કર્યા હતા.આમ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજુ એમઓયુ કરવામાં આવ્યા જેનો ફાયદો નેપાળમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મદદરૂપ થશે.



