ARAVALLIGUJARATMALPURMODASA

અરવલ્લીમાં LCBની મોટી કાર્યવાહી : ₹  2.62 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા,સાતરડા ગામની સીમમાં સોમપુર ચોકડી પાસે ઝડપાયો દારૂ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં LCBની મોટી કાર્યવાહી : ₹  2.62 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા,સાતરડા ગામની સીમમાં સોમપુર ચોકડી પાસે ઝડપાયો દારૂ

અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ મથક વિસ્તારના સાતરડા ગામની સીમમાં સોમપુર ચોકડી નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ ₹ 13.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બે આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના નેતૃત્વમાં ટીમ માલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક મારૂતિ સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ધનસુરા તરફ લઈ જવાઈ રહ્યો છે અને તેની પાયલોટિંગ હોન્ડાઈ i20 કાર દ્વારા કરવામાં આવી રહી છે.બાતમીના આધારે સાતરડા ગામ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે પ્રથમ હોન્ડાઈ i20 કારને અટકાવી તેમાં સવાર ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પાછળ આવી રહેલી મારૂતિ સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરતાં તેનો ચાલક અને સાથીદાર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.પોલીસે સ્વિફ્ટ કારની તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયરની કુલ 26 પેટીઓમાંથી 887 બોટલ/ટીન, કિંમત ₹ 2,62,175, મળી આવ્યા હતા. ઉપરાંત બંને કારોની કિંમત ₹ 10 લાખ અને ચાર મોબાઇલ ફોન ₹ 40 હજાર મળી કુલ ₹ 13,02,175નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ:

શૈલેષભાઈ માંઘજીભાઈ ડામોર (વીંછીવાડા, ડુંગરપુર, રાજસ્થાન)
ભાવેશભાઈ વિશ્રામભાઈ તરાલ (વિરપુર, ડુંગરપુર, રાજસ્થાન)
અજયભાઈ મગનભાઈ બરંડા (જાપા, ડુંગરપુર, રાજસ્થાન)
સુશીલભાઈ રામાભાઈ ખરાડી (સડા, ડુંગરપુર, રાજસ્થાન)

વોન્ટેડ આરોપીઓ:

સંજયભાઈ ખરાડી (ભુવાલી, ઉદયપુર, રાજસ્થાન)
મહેશભાઈ વિરજીભાઈ ડામોર (કેશરીયાજી, ઉદયપુર, રાજસ્થાન)

માલપુર પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!