MORBI:મોરબી ભક્તિનગર સર્કલ પાસેથી વિદેશી દારૂના ૧૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ

MORBI:મોરબી ભક્તિનગર સર્કલ પાસેથી વિદેશી દારૂના ૧૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભક્તિનગર સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ વિસ્તારમાં ગસ્ત (પેટ્રોલિંગ) માં હતો તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભક્તિનગર સર્કલ નીચેથી એક શખ્સને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી રૂ. ૧,૨૦૦ ની કિંમતના વિદેશી દારૂના ૧૦ ચપલા મળી આવ્યા હતા.પોલીસે તુરંત મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી.પકડાયેલ આરોપીનુરુદ્દીન ઉર્ફે નુરો નિઝામઅલી કચરાણી (રહે. ખોજા સોસાયટી, તુલસી પાર્ક પાછળ, મોરબી)ફરાર આરોપી (સપ્લાયર)શૈલેષ પુનાભાઈ વાળા (રહે. મોરબી) જપ્ત મુદ્દામાલવિદેશી દારૂના ૧૦ ચપલા (કિંમત રૂ. ૧,૨૦૦) ઝડપાયેલા આરોપી નુરુદ્દીન ઉર્ફે નુરાની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે આ દારૂનો જથ્થો મોરબીના જ શૈલેષ પુનાભાઈ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.આધારભૂત કબૂલાતના આધારે પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ફરાર શૈલેષ વાળાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.








