GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના રાતીદેવળી ગામે કરિયાણાની દુકાને ખરીદી બાબતે બોલાચાલી: યુવક અને તેના કૌટુંબિક ભાઈ પર પાંચ શખ્સોનો લાકડી-પાઈપથી હુમલો

 

WAKANER:વાંકાનેરના રાતીદેવળી ગામે કરિયાણાની દુકાને ખરીદી બાબતે બોલાચાલી: યુવક અને તેના કૌટુંબિક ભાઈ પર પાંચ શખ્સોનો લાકડી-પાઈપથી હુમલો

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે કરિયાણાની દુકાને સામાન ખરીદવા ગયેલા યુવક સાથે જૂના વ્યવહારના મનદુઃખને કારણે બોલાચાલી થયા બાદ યુવક અને તેના કૌટુંબિક ભાઈ પર પાંચ શખ્સોએ લાકડી તથા પાઈપ વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, રાતીદેવળી ગામે રહેતા ભરતભાઈ કાળુભાઈ વોરા (ઉ.વ. ૨૪) નામના યુવકે તેમના જ ગામના આરોપીઓ રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દીલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભરતભાઈ આરોપી રવજીભાઈની કરિયાણાની દુકાને સામાન લેવા ગયા હતા. તે સમયે આરોપીઓને ફરિયાદીના પરિવાર સાથે અગાઉથી વ્યવહાર સંબંધ ન હોઈ, જે વાતનો ખાર રાખી આરોપીએ “અહીં કરિયાણું લેવા આવવું નહીં” તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ લાકડાના ધોકા, લાકડીઓ અને પાઈપ વડે ફરિયાદી તેમજ તેમના સાથી/કૌટુંબિક ભાઈ પર હુમલો કરી શરીરે ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!