MORBI:મોરબી બે વર્ષથી ફરાર મહિલા આરોપીને એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડી

MORBI:મોરબી બે વર્ષથી ફરાર મહિલા આરોપીને એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડી
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પૂર્વે દાખલ થયેલા ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાના કેસમાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બે વર્ષ પહેલા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ખોટા દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા અંગેનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી (ઉં.વ. ૨૫) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, કેસ નોંધાયા બાદ આ મહિલા આરોપી ધરપકડથી બચવા માટે સતત બે વર્ષથી ફરાર થઈ ગઈ હતી.દરમિયાન મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર મહિલા આરોપી માળીયા વનાળિયા સોસાયટી સ્થિત પોતાના રહેણાંક મકાને આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મહિલા આરોપી ભાવનાબેન સોલંકીને અટકાયતમાં લીધી હતી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછ દરમિયાન મહિલાએ આ ગુનામાં પોતાની સંડોવણી હોવાનું સ્વીકાર્યું હતું. આથી પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી છે.








