GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: ઘુટુ રોડ પર રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૪ આરોપીઓ રૂ. ૫.૨૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

 

MORBI:મોરબી: ઘુટુ રોડ પર રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૪ આરોપીઓ રૂ. ૫.૨૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

આગામી પવિત્ર શ્રાવણ માસને ધ્યાને રાખી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ દ્વારા રેન્જ વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અને ગુના બનતા અટકાવવા વિશેષ સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને, બોર્ડર રેન્જ ભુજ ક્રાઇમ-૨ ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ-૨ ની ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

પેટ્રોલીંગ દરમ્યાન ઘુટુ ગામની સીમ પાસે પહોંચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઘુટુ રોડ પર આવેલી *રાધે કોલ એન્ટરપ્રાઇઝ’ની ઓફિસમાં જુગાર ધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી તુરંત જ દરોડો પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ: ૧. જગદિશભાઇ ભગવાનજીભાઇ અઘારા (ઉ.વ. ૬૧, રહે. રિલાયન્સનગર, રવાપર રોડ, મોરબી) ૨. શૈલેષભાઇ ઉર્ફે કાળુભાઇ પ્રભુભાઇ શનારીયા (ઉ.વ. ૪૯, રહે. રફાળેશ્વર ગામ, મંદિર પાસે, તા.જિ. મોરબી) ૩. યોગેશભાઇ લક્ષ્મણભાઇ પટેલ (ઉ.વ. ૩૨, રહે. મિલાપનગર, અવની ચોકડી, મોરબી) ૪. જયેશભાઇ શાંતીલાલ કાલરીયા (ઉ.વ. ૪૮, રહે. ૧૦૫, મિલાપનગર, અવની ચોકડી, મોરબી)

કબ્જે કરાયેલ મુદ્દામાલની વિગત:રોકડ રકમ: રૂ. ૧,૮૫,૩૦૦/- મોબાઇલ ફોન: નંગ-૪ (કિંમત રૂ. ૧૪,૦૦૦/-) વાહન: નંગ-૨ (કિંમત રૂ. ૩,૨૫,૦૦૦/-) અન્ય સામગ્રી: ગંજીપાના, પાથરણું તથા ઓફિસનું લાઇટ બિલ કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૫,૨૪,૩૦૦/- પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ-૪,૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એ.પી. વાઘેલા, ASI રસીકભાઇ મનસુખભાઇ પટેલ, HC અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, HC પૃથ્થવીરાજસિંહ ભાવુભા જાડેજા તથા HC મોહિતભાઇ કલ્યાણજીભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!