નારી વંદન ઉત્સવ–2026 અભયમ્ હાલોલ દ્વારા મહાકાળી નર્સિંગ કૉલેજ માં બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વહીવટી તંત્ર ના સહયોગ થી 1 ઑગસ્ટ થી 8 ઑગસ્ટ દરમિયાન નારી વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહિલાઓ, કિશોરીઓ અને વિધાર્થીની ઑ ને સ્પર્શતા જુદા જુદા વિષયો માં માર્ગદર્શન આપવામાં આવશે.
આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત મહાકાળી નર્સિંગ કોલેજ માં વિધાર્થીની ઑ માટે અભયમ 181. મહિલા હેલ્પ લાઈન દ્વારા અને કોલેજ ના સહયોગ થી કાર્યક્રમ. આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા મા વિધાર્થિનીઓ એ ભાગ લીધો હતો. જેઓ ને અભ્યાસ પૂર્ણ કરી નોકરી વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે સક્ષમ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકાર શ્રી ની અભિનવ હેલ્પ 181. મહિલા હેલ્પ લાઈન ની 24 કલાક વિના મૂલ્યે ચાલતી હેલ્પ લાઈન જે મૂશ્કેલી ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહી છે જેનો જરૂર થાય તો ઊપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત રાજ્ય સરકાર ની મહિલાઓને 24×7 નિઃશુલ્ક, તાત્કાલિક અને વિશ્વસનીય સહાય પૂરી પાડે છે. ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક ત્રાસ, છેડતી, સાયબર ગુનાઓ, બાળલગ્ન, પરિવારિક વિવાદ અથવા અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મહિલાઓ માત્ર 181 પર કોલ કરીને તાત્કાલિક સહાય મેળવી શકે છેતેવી સમજ આપી .અને 181 એપ્લિકેશન વિશે સમજ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટેલિફોનિક કાઉન્સેલિગ અને જરૂરિયાત મુજબ રેસ્ક્યૂ વાન સાથે સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષા, રૂબરૂ કાઉન્સેલિંગ, પોલીસ સંકલન, કાનૂની માર્ગદર્શન તેમજ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવે છે. અનેક મહિલાઓ માટે 181 અભયમ મુશ્કેલીના સમયમાં આશાનું કિરણ બની તેમની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે સતત કાર્યરત છે .







