BANASKANTHAGUJARATPALANPUR

નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી મહિલાઓને રોજગારલક્ષી તાલીમ માર્ગદર્શન

4 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ઉજવાઈ રહેલા નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બનાસકાંઠા દ્વારા આજે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ગુજરાત માટીકામ અને ગ્રામિણ રોજગાર વિભાગના સહયોગથી મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વિવિધ કૌશલ્યલક્ષી તાલીમ મેળવી રોજગારી અને સ્વરોજગારના ક્ષેત્રે આગળ વધે તેમજ આત્મનિર્ભર બને તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવી મહિલાઓ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે તે માટે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી બી. કે. ગઢવી, ડૉ. દલજીતભાઈ, તાલીમ ઇન્સ્પેક્ટર શ્રીમતી અલકાબેન, DHEW જિલ્લાના કો-ઓર્ડિનેટર શ્રી નવીનભાઈ, DHEW ટીમના સભ્યો તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક સહિત અન્ય અધિકારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!