GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:બાસ્કા ગ્રામસભામાં આટલવાડી યોજના હેઠળ સમાજઘરની માંગ ઉઠી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૮.૨૦૨૬

હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ સાથે સમાજઘરના નિર્માણનો પ્રશ્ન પણ જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો.સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આટલવાડી યોજના અંતર્ગત ગામમાં ગામતળની જમીન ઉપલબ્ધ હોય તો ત્યાં સમાજઘરનું નિર્માણ કરી શકાય છે. જોકે, બાસ્કા ગામમાં ગામતળની યોગ્ય જમીન ઉપલબ્ધ ન હોવાથી કેટલાક જાગૃત નાગરિકોએ ગ્રામસભામાં ધ્યાન દોર્યું હતું કે બાસ્કા નવી નગરી ખાતે આવેલી BSNL એક્સચેન્જ ઓફિસની આસપાસની પડતર ગૌચર જમીન આ હેતુ માટે યોગ્ય બની શકે છે.ગ્રામસભામાં ઉપસ્થિત નાગરિકોએ રજૂઆત કરી હતી કે જો સરપંચ જિલ્લા કલેક્ટર સમક્ષ આ ગૌચર જમીન સમાજઘરના નિર્માણ માટે ફાળવવાની માંગ સાથે યોગ્ય દરખાસ્ત કરે, તો બાસ્કા ગામના સર્વ સમાજના લોકોને આટલવાડી યોજનાનો લાભ મળી શકશે. ગામમાં સમાજઘરનું નિર્માણ થવાથી ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કાયમી સુવિધા ઉપલબ્ધ થશે અને હિંદુ-મુસ્લિમ સહિત સર્વ સમાજને તેનો લાભ મળશે.ગ્રામસભામાં આ મુદ્દે લોકમાગ ઉઠતા સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને જરૂરી રજૂઆત કરવામાં આવે તેમજ બાસ્કા ગામની આ વાજબી માંગણીને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!