GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી SPની લાલ આંખ: ૬ મહિના જૂના ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ કેસમાં પોલીસકર્મી સસ્પેન્ડ

 

MORBI:મોરબી SPની લાલ આંખ: ૬ મહિના જૂના ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ કેસમાં પોલીસકર્મી સસ્પેન્ડ

મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં શિસ્ત, નૈતિકતા અને જવાબદારીની જાળવણી માટે જિલ્લા પોલીસ વડા (SP) મુકેશ પટેલે એક મહત્વપૂર્ણ અને કડક કદમ ઉઠાવ્યું

મોરબીમાં નશો કરીને ૧૧૨ પોલીસ વાન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી રિક્ષાને ટક્કર મારી પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હોવાની પોલીસ ફરિયાદ છતાં આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી ના હતી અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને સાત મહિના બાદ પોલીસ કર્મચારી નશો કરેલી હાલતમાં હોવાનું સાબિત થતા આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૬ મહિના પૂર્વે સર્જાયેલા આ અકસ્માત બાદ સંબંધિત પોલીસકર્મીના બ્લડ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હાલમાં જ આવેલા આ રિપોર્ટમાં દારૂની હાજરી અંગે ‘પોઝિટિવ’ પરિણામ આવતા વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે એસપી મુકેશ પટેલે આ ગંભીર શિસ્તભંગ બદલ અજય લાવડીયા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે.જિલ્લા પોલીસ વડાના આ કડક નિર્ણયથી પોલીસ બેડામાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાનું પાલન કરાવતી સંસ્થામાં જ જો કોઈ કર્મચારી કાયદો કે શિસ્ત તોડશે, તો તેની સામે સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ વિભાગની વિશ્વસનીયતા જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બને તે માટે લેવાયેલો આ નિર્ણય અન્ય કર્મચારીઓ માટે પણ લાલબત્તી સમાન સાબિત થયો છે.

Back to top button
error: Content is protected !!