GUJARATSINORVADODARA

શિનોર પોલીસે સાધલી ગામે વિદેશી દારૂ અને મોપેડ સહિત કુલ રૂપિયા 22,472 નો મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર પોલીસ સ્ટેશન ના PI આર.આર.વસાવાને ખાનગી બાતમીદાર રાહે બાતમી મળી હતી કે શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ ભાથીજી મંદિર ફળિયામાં એક ઇસમ ઍક્સેસ મોપેડ ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનું ચોરી છુપેથી વેચાણ કરે છે.જે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરવા PI આર.આર.વસાવા તરફથી મળેલ મૌખિક સૂચના અનુસાર પોલીસ ટીમે ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએ એક મરુન કલરની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ ઉપર એક ઈસમ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ મોપેડ ની ડીકી ખોલાવતાં તે ડીકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો,પ્લાસ્ટિક ના ક્વાટરિયા અને બિયર ના ટીન મળી કુલ નંગ 28 જેની કુલ કિંમત રૂપિયા 7472 અને મોપેડ ની કિંમત રૂપિયા 15,000 મળી કુલ રૂપિયા 22,472 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા આરોપી અઝીમખાન બલોચ સામે પ્રોહીબિશન એક્ટ ની કલમ 65 ( એ ) ( એ ) અને 98 ( 2 ) મુજબ ગુનો શિનોર પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે શિનોર પોલીસની કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!