DHROL:ધ્રોલ વર્ષોથી રામજી મંદિરની સેવા કરતા પૂજારી જશવંતભાઈ ટીલાવત દેવલોક પામ્યા, શુક્રવારે બેસણું

DHROL:ધ્રોલ વર્ષોથી રામજી મંદિરની સેવા કરતા પૂજારી જશવંતભાઈ ટીલાવત દેવલોક પામ્યા, શુક્રવારે બેસણું
ધ્રોલ શહેરના મોરબી નાકા બહાર આવેલા ઐતિહાસિક અને પ્રાચીન રામજી મંદિરમાં વર્ષોથી ભાવપૂર્વક સેવા પૂજા આપતા પૂજારી સ્વ. જશવંતભાઈ કેશવદાસ ટીલાવત (ઉં.વ. ૭૧) નું ગત તા. ૦૪ ઓગસ્ટના રોજ દુઃખદ નિધન થતાં સમગ્ર ધ્રોલ પંથક અને ભક્તજનોમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે.
ધર્મપ્રિય અને શાંત સ્વભાવના ધણી એવા જશવંતભાઈએ પોતાના જીવનનો મોટો હિસ્સો ઠાકોરજીની સેવામાં અર્પણ કર્યો હતો. બુધવારે સવારે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, ધર્મપ્રેમી જનતા, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો અશ્રુભીની આંખે જોડાયા હતા.સદ્ગતનું સદ્ગત આત્માની શાંતિ અર્થે બેસણું (પ્રાર્થનાસભા) આવતીકાલે તા. ૦૭ ઓગસ્ટ, શુક્રવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન બ્રહ્મનાથ મહાદેવની જગ્યા (ધ્રોલ) ખાતે રાખવામાં આવ્યું છે.









