સંતરામપુરથી ઝાલોદ હાઈવે પર વરસાદથી પડેલા ખાડાઓને કોલ્ડ મિક્સથી પૂરવાની કામગીરી શરૂ …

સંતરામપુરથી ઝાલોદ હાઈવે પર વરસાદથી પડેલા ખાડાઓને કોલ્ડ મિક્સથી પૂરવાની કામગીરી શરૂ …
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ


મહીસાગર જીલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે માર્ગો પર પડેલા ખાડાઓનું સત્વરે સમારકામ કરી વાહનવ્યવહાર પૂણૅ કરવા અને નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે, જિલ્લાના મુખ્ય અને વ્યસ્ત માર્ગ એવા સંતરામપુરથી ઝાલોદ સ્ટેટ હાઈવે પર વરસાદના કારણે પડેલા ખાડાઓની માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ (રાજ્ય) દ્વારા તાત્કાલિક અસરથી મરામત કામગીરી કરવામા આવી રહી છે વરસાદના કારણે આ મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવે પર ખાડા પડી જવાને લીધે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને, નાગરિકોની સુવિધા અને માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મરામત કાર્યમાં ‘કોલ્ડ મિક્સ’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી વરસાદી માહોલ વચ્ચે પણ રસ્તાનું સમારકામ ઝડપથી અને મજબૂતાઈથી થઈ શકે.
તંત્ર દ્વારા સત્વરે અને આધુનિક પદ્ધતિથી કરવામાં આવેલી આ કામગીરીને પગલે ઝાલોદ અને સંતરામપુર વચ્ચેનો વાહનવ્યવહાર હવે સંપૂર્ણપણે સરળ અને સુરક્ષિત બની ગયો છે. રસ્તા પરના ખાડાઓ પુરાઈ જવાથી અકસ્માતનું જોખમ ટળ્યું છે.




