BANASKANTHAGUJARATKANKREJ
થરામા રત્નાકર શોપિંગ સેન્ટર આગળ વીજ ડી.પી.માં ફોલ્ટ!!!ઈલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન…
થરામા રત્નાકર શોપિંગ સેન્ટર આગળ વીજ ડી.પી.માં ફોલ્ટ!!!ઈલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન...

થરામા રત્નાકર શોપિંગ સેન્ટર આગળ વીજ ડી.પી.માં ફોલ્ટ!!!ઈલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન…
ઓગડ તાલુકા મુખ્ય મથક થરામા રત્નાકર શોપિંગ સેન્ટર આગળ વીજ ડી.પી.માં ફોલ્ટ સર્જાતા વિસ્તારમાં લાઈટ સતત ટીપ મારી રહી છે તેમજ વોલ્ટેજ માં વધ-ઘટ થઈ રહ્યો છે.આ પ્રકારના પાવર ફ્લક્ચ્યુએશન ને કારણે દુકાનો અને ઓફિસોમાં રહેલા ટીવી, ફ્રિજ,AC, કોમ્પ્યુટર,મોટર તેમજ અન્ય કિંમતી ઈ લેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની પૂરી શક્યતા છે.ફોલ્ટના કારણે ડૉ. લલિતભાઈ વાઘેલાને ત્યાં કેમેરા ની POE સ્વીચ, હિંગળાજ કોમ્પ્યુટરમા એક રાઉટર તથા કોમ્પ્યુટર સિસ્ટમ બળી ગયેલ છે.આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ UGVCL લાવે તેવી રત્નાકર શોપિંગ સેન્ટરના વહેપારીઓ અપેક્ષાઓ સેવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




