
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : LCBએ દારૂ ભરેલી કારનો ટોરડાથી ફિલ્મીઢબે પીછો કરી ગલપુર પાસેથી ઝડપી, 2.55 લાખનો દારૂ જપ્ત
—————————————————————————
એલસીબી ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં વીંછીવાડાના વોન્ટેડ બુટલેગર શૈલેષ મોઘજી ડામોરને મોડાસાથી દબોચ્યો
—————————————————————————
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગાંધીના ગુજરાતમાં ઠાલવી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં મહદઅંશે સફળ રહે છે જીલ્લા એલસીબી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી મોટા પ્રમાણમાં કારમાં દારૂની ખેપ મારતા બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે જીલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી અને વેપલો અટકાવવા માટે બાતમીદારો ઉભા કરી સઘન પેટ્રોલીંગ અને વાહનોનું ચેકિંગ કરી રહી છે ટોરડા ગામ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી બ્રેઝા કારને અટકાવવા પ્રયત્ન કરતા કાર ચાલક બુટલેગરે કાર હંકારી મૂકી હતી
એલસીબી પોલીસે પીછો કરતા કાર ચાલક બુટલેગરે કાર મહેરૂ ગામથી ભેટાલી થઈ શામળાજી આશ્રમ ચાર રસ્તા થઈ પરત રાજસ્થાન તરફ ભાગવા અણસોલ ચેકપોસ્ટ હંકારી મૂકી હતી એલસીબી સતત પીછો કરતા થાપ આપવા બુટલેગરે કાર યુ ટર્ન મારી જગબોર તરફ હંકારતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આખરે બુટલેગર કાર ગલપુર નજીક મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી 2.55 લાખના દારૂ સાથે 9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા




