ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામે પક્ષાંતર કેસમાં ૧૯ ઓગસ્ટે ફરી સુનાવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામે પક્ષાંતર કેસમાં ૧૯ ઓગસ્ટે ફરી સુનાવણી

મેઘરજ: મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ગુજરાત સ્થાનિક સત્તા મંડળોના સભ્યોના પક્ષાંતર અધિનિયમ–1986ની કલમ-3 હેઠળ ચાલી રહેલા કેસની બુધવારે ગાંધીનગર ખાતે સુનાવણી હાથ ધરાઈ હતી.

સુનાવણી દરમિયાન સત્તાધારી પક્ષ તરફથી જવાબ તૈયાર કરવા માટે વધુ સમયની માંગ કરવામાં આવી હતી. નામોદિષ્ટ અધિકારીએ આ રજૂઆત સ્વીકારી 15 દિવસની મુદત મંજૂર કરતાં હવે કેસની આગામી સુનાવણી 19 ઓગસ્ટના રોજ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી આજે (5 ઓગસ્ટ) યોજાઈ હતી અને વધુ સમય મળતાં નિર્ણય હાલ માટે ટળી ગયો છે. કેસનો અંતિમ નિર્ણય મેઘરજ તાલુકા પંચાયતના રાજકીય સમીકરણો પર સીધી અસર કરી શકે તેવી શક્યતા હોવાથી સમગ્ર અરવલ્લી જિલ્લાના રાજકીય વર્તુળોમાં આગામી સુનાવણી પર સૌની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!