ANANDANAND CITY / TALUKOGUJARAT

વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

*વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

તાહિર મેમણ – આણંદ – 05/08/2026 – કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલે મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર અને સક્ષમ બનવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ.બી.એમ.પરમારે પ્રાસંગિક ઉદબોધન કરી મહિલા સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું હતું.

 

આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને રોજગારી અને સ્વ-રોજગારીના ક્ષેત્રે આગળ વધારવા માટે વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં જિલ્લા રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર ચેતન મહેતાએ ‘અનુબંધમ પોર્ટલ’ પર નોંધણી પ્રક્રિયાની સમજ આપી હતી અને ૬ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૨૨૩ ખાલી જગ્યાઓ માટે યોજાનાર ઈન્ટરવ્યુ અંગે માર્ગદર્શન આપ્યું હતું. લીડ બેંક મેનેજરશ્રી અલખ નિરંજને ‘આર.સેટી’ (RSETI – Rural Self Employment Training Institute) દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્વ-રોજગારલક્ષી ટ્રેડ અને તાલીમ વર્ગો વિશે વિગતવાર માહિતી આપી હતી.

 

આ પ્રસંગે સફળ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું ટ્રોફી આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ પોતાની સફળતાની સાહસગાથા રજૂ કરી અન્ય બહેનોને પ્રોત્સાહિત કરી હતી. આ સાથે જ પ્રતિભાશાળી દિકરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવવા બદલ ‘એજ્યુકેશન કીટ’ આપી સન્માનિત કરાઈ હતી.

 

કાર્યક્રમના પ્રારંભે વુમેન સેલના પ્રોફેસર સાધનાબેન પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને તાલીમાર્થીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે PBSC કાઉન્સેલર શબનમબેન ખલીફાએ આભારવિધિ કરી હતી.

 

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સ્ટાફગણ, જિલ્લા રોજગાર અધિકારીની કચેરીના પ્રતિનિધિઓ, ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન’ (DHEW), ‘પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર’ (PBSC) અને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તેમજ કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીનીઓ, નોકરી ઈચ્છુક મહિલા ઉમેદવારો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!