જૂનાગઢમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી:મહિલા રોજગાર મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ
જૂનાગઢમાં ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી:મહિલા રોજગાર મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ

નારી વંદન ઉત્સવના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે“મહિલા સ્વાવલંબન દિવસ” ઉજવણી અન્વયે બહાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત સાયન્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી ભટ્ટ ,આર્ટસ કોલેજના એજ્યુકેશન કાઉન્સલર દીનાબેન લોઢીયા,જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા ,દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી.ભાડ ,જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાથી ઇન્સ્પેકટરશ્રી વિપુલભાઈ ગઢિયા,દીપકભાઈ મોઢા,મહિલા આઈ.ટી.આઈ સુપરવાઈઝરશ્રી અંજનાબેન, જીલ્લા ઉધોગ કેન્દ્ર માંથી યાજ્ઞિકભાઈ પુરોહિત,આર.સે.ટી. FLC પ્રશાંતભાઈ ગોહેલશ્રી તેમજ જુદી-જુદી બ્રાંચો જેવીકેLIC,HDFC-LIFE INSURNCE,INDISINE NIPPON LITE,સમન્વય હોસ્પિટલ,આયુષ હોસ્પિટલ,ભગવતી ઓટો લિંક.પ્રા.લી.જેવી નોકરી દાતાઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી કંપનીઓએ ભાગ લઈ રોજગાર માટે નોંધાયેલા અને ઇચ્છુક મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ રોજગારીની તક ઉપલબ્ધ કરાવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા દ્રારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીનાં ભાગરૂપે મહીલાઓ પોતે પોતાની આવડત અને સ્કીલથી આત્મનિર્ભર થાય મહિલા સ્વાવલંબન યોજના તથા અન્ય મહિલાલક્ષી યોજનાની માહિતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ જુદા જુદા વિભાગોમાંથી આવેલ સ્ટાફ દ્રારામહિલાઓ સ્વાવલંબી બની શકે તેવી યોજનાઓ તેમજ બેંક લોન, સબસીડી અને વિવિધ સ્વરોજગાર લક્ષી ચાલતી તાલીમો બાબત જેવી યોજ્નોઓથી વાકેફ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સ્વ રોજગાર મેળવતી મહિલાઓ,ઉધ્ધ્મીઓ,દ્રારા તેઓના અનુભવો અને સાફલ્ય ગાથા રજુ કરવામાં આવેલ, વિશેષ કાર્યક્રમ તરીકે વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની સફળતાપૂર્વક કાર્યરત સાહસિક મહિલાઓનું ‘મોમેન્ટો’અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ “લખપતિ દીદી” પહેલ હેઠળ સફળ મહિલાઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમના સફળતાના અનુભવો ઉપસ્થિત બહેનો માટે પ્રેરણારૂપ બન્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામને મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને સરકારી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંત માં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી.ભાડ દ્રારા આભાર વિધિ કરી હતી આમ સમગ્ર મહિલા અને બાળ વિભાગની ટીમ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




