ARAVALLIMODASA

શામળાજી નજીક શંકાસ્પદ બાયો ડીઝલ પંપ પર પુરવઠા વિભાગની કાર્યવાહી, પંપ સીઝ.; સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા- ડીઝલ પંપ પણ હવે નકલી ઝડપાયો.!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી નજીક શંકાસ્પદ બાયો ડીઝલ પંપ પર પુરવઠા વિભાગની કાર્યવાહી, પંપ સીઝ ; સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા- ડીઝલ પંપ પણ હવે નકલી ઝડપાયો.!!!

અરવલ્લી: જિલ્લાના શામળાજી નજીક નવા વેણપુર વિસ્તારમાં નેશનલ હાઇવે પર કાર્યરત શંકાસ્પદ બાયો ડીઝલ પંપ સામે જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સોમવાર સાંજના અરસામાં જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં પંપને સીઝ કરી વધુ તપાસ શરૂ કરી છે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ કાર્યવાહી દરમિયાન અંદાજે 20 હજાર લિટર જેટલા શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે બાયો ડીઝલના સેમ્પલ એકત્રિત કરી વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલ્યા છે.હવે પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ જ ડીઝલની ગુણવત્તા, તેની કાયદેસરતા તેમજ આગળની કાયદાકીય કાર્યવાહી અંગે સ્પષ્ટતા થશે.સૂત્રોના જણાવ્યા મુજબ પંપનો મૂળ સંચાલક ભાવનગરનો દેવેન્દ્ર વેગડ હોવાનું સામે આવ્યું છે. જોકે, આ અંગે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સ્થાનિક લોકોમાં લાંબા સમયથી આ સ્થળે ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ થતું હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આ ચર્ચાઓ વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.અધિકારીઓના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિક પરીક્ષણનો રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ સંબંધિત નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ ઘટનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર ઇંધણના વેપાર અને તેની દેખરેખ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

Back to top button
error: Content is protected !!