GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના મકતાનપર સીમમાંથી રૂ. ૬૩ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

WAKANER:વાંકાનેરના મકતાનપર સીમમાંથી રૂ. ૬૩ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે મકતાનપર ગામની સીમમાં દરોડો પાડીને વોંકળામાં સંતાડેલી વિદેશી દારૂની ૧૧૨ બોટલો સાથે કુલ રૂ. ૬૩,૨૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન જામસર ગામના ઝાપા પાસે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મકતાનપર ગામની સીમમાં આવેલ ‘ગીરીરાજ સ્ટોન ક્રશર’ની પાછળ પાણીના વોંકળામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.

પોલીસે બાતમી વાળા સ્થળે તાત્કાલિક દરોડો પાડી પાણીના વોંકળામાં તપાસ કરતા પ્લાસ્ટિકના ઝબલાંમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં:ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશયલ ધ રીચ બ્લેન્ડેડ વ્હીસ્કી: ૭૦ બોટલ (કિંમત રૂ. ૩૯,૫૫૦)8 PM સ્પેશયલ રેર વ્હીસ્કી: ૪૨ બોટલ (કિંમત રૂ. ૨૩,૭૩૦) આમ, પોલીસે કુલ ૧૧૨ બોટલ કિંમત રૂ. ૬૩,૨૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે જપ્ત કરાયેલા દારૂમાંથી સેમ્પલ અલગ કાઢી એફ.એસ.એલ. (FSL) તપાસ અર્થે મોકલી આપ્યા છે. આ મામલે અજાણ્યા ઇસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!