GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER

MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની વાંકાનેર-ટંકારા અને લખધીરગઢની મુલાકાત: ખાતર વિતરણ અને પાણી સમિતિની કામગીરીની કરી સમીક્ષા

 

MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની વાંકાનેર-ટંકારા અને લખધીરગઢની મુલાકાત: ખાતર વિતરણ અને પાણી સમિતિની કામગીરીની કરી સમીક્ષા

જિલ્લાના ખેડૂતોને સમયસર અને સુવ્યવસ્થિત રીતે ખાતરનો પુરવઠો મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર અને ટંકારા તાલુકાની વિવિધ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) ની સ્થળ પર મુલાકાત લઈને સિસ્ટમની વ્યાપક ચકાસણી કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે વિવિધ મંડળીઓમાં ખાતરના ઉપલબ્ધ જથ્થા (સ્ટોક), વિતરણ વ્યવસ્થા તેમજ ખેડૂતોને મળતી સુવિધાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. ખેડૂતોને ખાતર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પારદર્શક અને ઝડપી વિતરણ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ તથા મંડળીના હોદ્દેદારોને જરૂરી સૂચનાઓ આપી હતી.

PACSના કોમ્પ્યુટરીકરણ અને રેકોર્ડની ચકાસણી મંડળીઓની કામગીરીને વધુ પારદર્શક અને આધુનિક બનાવવાના ભાગરૂપે કલેક્ટરે PACSના કોમ્પ્યુટરીકરણ (Digitization) ની પ્રોસેસ તેમજ વહીવટી રેકોર્ડની ચકાસણી કરી હતી. રોજબરોજની કામગીરીને વધુ ક્ષમતાપૂર્વક સુચારુ બનાવવા માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

લખધીરગઢ સેવા સહકારી મંડળી ખાતે પાણી સમિતિની સમીક્ષા વાંકાનેર-ટંકારા બાદ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા લખધીરગઢ સેવા સહકારી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેમણે મંડળી અંતર્ગત ચાલતી પાણી સમિતિની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થાનું યોગ્ય અને ક્ષમતાપૂર્વક સંચાલન થાય તેમજ છેવાડાના ખેડૂતો સુધી પાણી અને જરૂરી સેવાઓ સરળતાથી પહોંચી શકે તે માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!