MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ માટે રજીસ્ટ્રેશનની મુદત ૩૦ ઓગસ્ટ સુધી લંબાવાઈ

 

MORBI:મોરબીમાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ માટે રજીસ્ટ્રેશનની મુદત ૩૦ ઓગસ્ટ સુધી લંબાવાઈ

મોરબી જિલ્લાની કલાપ્રતિભાઓને બિરદાવવા અને મંચ પૂરું પાડવા માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ માં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે મહત્વના સમાચાર છે. કલા મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પૂર્વ-નિયત છેલ્લી તારીખ ૦૫ ઓગસ્ટ હતી, જેને લંબાવીને હવે ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ કરવામાં આવી છે.

 

ઈચ્છુક કલાકારો અને સ્પર્ધકોએ નિયત નમૂનાનું ફોર્મ, સ્પર્ધક તથા સહાયકના આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ સાથે રાખી કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે તા. ૩૦/૦૮/૨૦૨૬ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. તારીખ ૩૦ ઓગસ્ટ પછી આવનાર અથવા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, જેથી તમામ કલારસિકોને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!