GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વર્ષોથી સેવા આપતા સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માંગ: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત

 

MORBI:મોરબીમાં વર્ષોથી સેવા આપતા સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માંગ: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત

મોરબી શહેરમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ અને રોજમદાર ધોરણે નિષ્ઠાપૂર્વક સફાઈની કામગીરી બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની બુલંદ માંગ ઉઠી છે. મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સુરેશભાઈ પી. શિરોહિયાએ આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી સફાઈ કામદારોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં મોટો વધારો થયો છે. જેની સરખામણીએ હાલમાં સફાઈ કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી વર્તમાન કર્મચારીઓ પર કામનું અતિશય ભારણ વધી રહ્યું છે.

સુરેશભાઈ શિરોહિયાએ ઉમેર્યું હતું કે, વર્ષોથી અવિરત સેવા આપતા આ કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો તેઓને નોકરીની સુરક્ષા મળશે અને તેમનું મનોબળ મજબૂત બનશે. એટલું જ નહીં, કર્મચારીઓ કાયમી થવાથી શહેરની સમગ્ર સફાઈ વ્યવસ્થામાં પણ ગુણાત્મક સુધારો જોવા મળશે.

હવે આ સંવેદનશીલ અને મહત્વના મુદ્દે રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કેવો હકારાત્મક નિર્ણય લેવામાં આવે છે તેના પર સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોની નજર મંડાયેલી છે.

Back to top button
error: Content is protected !!