GUJARATKHERGAMNAVSARI

અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં જામનપાડા પ્રાથમિક શાળાના ખો-ખો રમતવીરોની ઝળહળતી સિદ્ધિ

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત તા. 04/08/2026ના રોજ ખેરગામ તાલુકા કક્ષાની રમતોત્સવનું આયોજન પાટી હાઈસ્કૂલ, ફાટે ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનપાડા પ્રાથમિક શાળાના રમતવીર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધામાં અંડર-14 બહેનોની ખો-ખો ટીમે સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ અંડર-14 ભાઈઓની ખો-ખો ટીમે પણ તાલુકામાં પ્રથમ ક્રમ હાંસલ કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સફળતા બદલ જામનપાડા પ્રાથમિક શાળાના શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી) તથા સમગ્ર શાળા પરિવારે તમામ રમતવીરોની મહેનત, શિસ્ત અને સમર્પણને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે માર્ગદર્શક શિક્ષક શ્રી સુરેશભાઈ બી. પટેલ, આચાર્યા શ્રીમતી ધનલક્ષ્મીબેન શુક્લ,શિક્ષક શ્રી અરુણભાઈ મેહુલભાઈ પટેલ રાજેશભાઈ પટેલ સમગ્ર શિક્ષક સ્ટાફ, ખેરગામ તાલુકાના ભાજપ પ્રમુખ લિતેશભાઈ ગાંવિત  એસએમસીના સભ્યો તેમજ ગ્રામજનોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.જામનપાડા પ્રાથમિક શાળાના રમતવીરોની આ સિદ્ધિ સમગ્ર ખેરગામ તાલુકા માટે ગૌરવની બાબત બની છે.

Back to top button
error: Content is protected !!