GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:’ઓપરેશન મિલાપ’ હેઠળ મોરબી તાલુકા પોલીસે 36 ગુમ થયેલા વ્યક્તિઓને પરિવાર સાથે મિલન કરાવ્યું

 

MORBI:’ઓપરેશન મિલાપ’ હેઠળ મોરબી તાલુકા પોલીસે 36 ગુમ થયેલા વ્યક્તિઓને પરિવાર સાથે મિલન કરાવ્યું

“’12 સગીર બાળકો, 16 મહિલાઓ અને 8 પુરુષોને શોધી પરિવારને સોંપતા પોલીસની માનવતાભરી કામગીરી”‘

રિપોર્ટ આરીફ દિવાન મોરબી: ગુજરાત સરકાર ના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અમલમાં રહેલી ‘ઓપરેશન મિલાપ’ યોજનાના અંતર્ગત મોરબી તાલુકા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. આ અભિયાન હેઠળ ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આધુનિક ટેકનોલોજી, ફેસ રેકગ્નિશન, ડેટાબેઝ અને હ્યુમન સોર્સની મદદથી વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા ગુમ થયેલા તથા અપહરણના કેસોમાં અસરકારક તપાસ કરી હતી.
આ કામગીરીના પરિણામે કુલ 36 વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી, જેમાં 12 સગીર બાળકો, 16 મહિલાઓ અને 8 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે સમાજમાં “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” હોવાના સૂત્રને સાકાર કરતાં માનવતાપૂર્ણ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસોથી આ અભિયાનને સફળ બનાવ્યું હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!