MORBI મોરબી સર્વોપરી સ્કૂલ માં નશાકારક પદાર્થો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો….

MORBI મોરબી સર્વોપરી સ્કૂલ માં નશાકારક પદાર્થો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો….
મોરબી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, મોરબી તથા સર્વોપરી સ્કૂલ, મહેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નશાકારક પદાર્થો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં RTO ઇન્સ્પેક્ટર શ્રી એન.ટી. મેવાડા સાહેબ તથા PSI શ્રી સોમૈયા સાહેબ તથા હસમુખભાઈ ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ SOG મોરબીના શ્રી હિમાંશુ બી. મકવાણા સાહેબ દ્વારા નશાકારક પદાર્થોના દુષ્પરિણામો અને નશાથી દૂર રહેવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી AEI શ્રીમતી દીપલબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ તથા સર્વોપરી સ્કૂલ, મહેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી રાજેશભાઈ વડગાસિયા અને જલ્પેશભાઈ રાજપરા દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..










