GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા વિરપુરના પીઠડીયા ગામની સીમમાંથી ૧.૦૫ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ

 

RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા વિરપુરના પીઠડીયા ગામની સીમમાંથી ૧.૦૫ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ

 

રાજકોટ રેન્જ પોલીસની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરીને એક મોટો દરોડો પાડ્યો છે. રાજકોટ ગ્રામ્યના વિરપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા પીઠડીયા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા ચાર ઇસમોને જેસીબી, ત્રણ ડમ્પર અને રેતીના સ્ટોક સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ. ૧,૦૫,૦૦,૦૦૦/- (એક કરોડ પાંચ લાખ) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદે ખનીજ ચોરી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ આદેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ P.S.I. શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે હ્યુમન સોર્સ અને વર્કઆઉટના આધારે તપાસ હાથ ધરી હતી.

ચોક્કસ બાતમીના આધારે P.S.I. બી.સી.મીયાત્રા તેમજ સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા અને નિકુલભાઇ પંપાણીયાની ટીમે પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાં દરોડો પાડી ખનીજ ચોરી કરતા નીચે મુજબના ચાર ચાલકો/ઇસમોને વાહનો સાથે ઝડપી લીધા હતા:૧. રસિકભાઈ રત્નાભાઈ સાબરિયા (રહે. માહી સોસાયટી, દેરડી આવાસ રોડ, જેતપુર) – ડમ્પર નં. GJ-02-Z-6219

૨. પ્રતાપભાઈ કેશુભાઈ નાયક (રહે. ઇદ મસ્જીદની ધાર, નવાગઢ, જેતપુર) – ડમ્પર નં. GJ-13-X-4444

૩. ટીનુભાઈ વેરશીભાઈ બજાણીયા (રહે. ગઢની રાંગ પાસે, નવાગઢ, જેતપુર) – ડમ્પર નં. GJ-18-AT-8839 – ૪. અર્જુનભાઈ બાબુભાઇ ડામોર (રહે. દેરડી ધાર પાસે, જેતપુર) – જેસીબી નં. GJ-03-HE-5668 પોલીસે સ્થળ પરથી રૂ. ૧૫,૦૦,૦૦૦ ની કિંમતનું ૧ જેસીબી, રૂ. ૩૦,૦૦,૦૦૦ ની કિંમતના ૩ ડમ્પર તેમજ રેતીના જથ્થા સહિત કુલ રૂ. ૧,૦૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કર્યો છે. આ મામલે વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્થળ પર બોલાવી તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આગળની દંડનીય અને કાયદેસરની કાર્યવાહી માટે કસુરદારો અને મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!