GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા ધોરાજીના સુપેડી પાસે ઉતાવડી નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ, ₹૩૫ લાખનો મુદ્દામાલ સીઝ 

 

RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા ધોરાજીના સુપેડી પાસે ઉતાવડી નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ, ₹૩૫ લાખનો મુદ્દામાલ સીઝ

રાજકોટ રેન્જ પોલીસ ટીમે રાજકોટ ગ્રામ્યના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતી ગેંગ પર મોટો સકંજો કસ્યો છે. સુપેડીથી જાંજમેર ગામ વચ્ચે ઉતાવડી નદીના કાંઠે આવેલા સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે રેતી અને ખનીજની ચોરી કરતા શખ્સોને જેસીબી, ટ્રેક્ટર અને રેતીના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ. ૩૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ તથા આશરે ૩૦ ગાડી રેતીનો સટ્ટો જપ્ત કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં સરકારી તથા કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI શ્રી પી.એન. મોરી, PSI શ્રી બી.સી. મીયાત્રા, PSI શ્રી સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે વર્કઆઉટ અને બાતમીદારો (હ્યુમન સોર્સ) મારફતે તપાસ હાથ ધરી હતી.

ચોક્કસ બાતમીના આધારે PSI બી.સી. મીયાત્રા તથા સ્ટાફના કુલદીપસિંહ ચૂડાસમા, વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા અને નિકુલભાઈ પંપાણીયાની ટીમે સુપેડી અને જાંજમેર વચ્ચે આવેલા મંગલેશ્વર મંદિર પાછળ ઉતાવડી નદીના કાંઠે દરોડો પાડ્યો હતો. જ્યાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

ઝડપાયેલા સંચાલકો અને સાગરીતો:ભૂરાભાઈ માંડાભાઈ કોડીયાતર રબારી (સંચાલક – રહે. રાયધરા, સુપેડી, તા. ધોરાજી) અરજણ લાખાભાઈ કોડીયાતર રબારી (સંચાલક – રહે. રાયધરા, સુપેડી, તા. ધોરાજી) ધવલ પાંચાભાઈ ડાભી કોળી (JCB ડ્રાઇવર – રહે. રામપરા, ધોરાજી) સુરેશ ભૂપતભાઈ રોજાસરા કોળી (ટ્રેક્ટર ડ્રાઇવર – રહે. સુપેડી) સંજય વીરાભાઈ ભીત રબારી (મજૂર – રહે. રાયધરા, સુપેડી) જીજ્ઞેશ રામજીભાઈ સોલંકી કોળી (ટ્રેક્ટર ડ્રાઇવર – રહે. સુપેડી, તા. ધોરાજી) જપ્ત કરાયેલ મુદ્દામાલ:૧ જે.સી.બી. (કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/-) ૨ ટ્રેક્ટર (કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦/-) આશરે ૩૦ ગાડી રેતીનો સટ્ટો (સ્ટોક) કુલ મુદામાલ: રૂ. ૩૫,૦૦,૦૦૦/-પોલીસે તમામ મુદ્દામાલ સીઝ કરી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવ્યો હતો. આ સાથે જ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આગળની દંડકીય અને કાયદેસરની કાર્યવાહી માટે કસૂરવારો તથા મુદ્દામાલ સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!