ARAVALLIGUJARATMALPURMODASA

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ, આરોપી સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ, આરોપી સામે ગુનો નોંધાયો

અરવલ્લી : માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં બાળકી ઘરેથી આશરે 500 મીટર દૂર ઘરનો સામાન લેવા ગઈ હતી ત્યારે દુકાનદાર દ્વારા તેને નજીકના ડુંગર તરફ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકી ડુંગર તરફ લઈ જવાયા બાદ આરોપીએ તેના કપડાં ઉતારી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકી સાથે મારામારી કરી શરીર પર બચકા ભર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની બૂમાબૂમ અને ચીસો સાંભળીને તેની માતા ઘટનાસ્થળે દોડી આવી હતી. માતાને આવતી જોઈ આરોપી અર્ધનગ્ન હાલતમાં ત્યાંથી ભાગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બાળકી ઘરે પરત આવ્યા બાદ તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરી હતી.ત્યારબાદ પરિવારજનો દ્વારા માલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે નાનાભાઈ રમણભાઈ ખાંટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.પરિવારજનોના જણાવ્યા મુજબ, આરોપી અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં જેલમાં જઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ અંગેની ચોક્કસ હકીકતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે વાંકાનેડા ગામમાં ચકચાર ફેલાઈ છે.

Back to top button
error: Content is protected !!