GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે

 

MORBI:મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયી સમીક્ષા બેઠક

માળિયા તાલુકાના મોટા દહીસરા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારુ આયોજન માટે તમામ સંબંધિત વિભાગોને અપાયા જરૂરી દિશા-નિર્દેશો

સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક અને સુરક્ષા, પીવાના પાણી તથા આરોગ્ય ટીમ સહિતની આનુષંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ

આગામી ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ગૌરવવંતી ઉજવણી મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીસરા ખાતે નવલખી રોડ પર આવેલા મેલડી મા ના મંદિર સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારુ અને ભવ્ય આયોજન અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ પર્વની ઉજવણી સંદર્ભે ગ્રાઉન્ડ તૈયારી, સ્ટેજ અને મંડપ નિર્માણ, નાગરિકો તથા અતિથિઓ માટે બેઠક વ્યવસ્થા, દેશ ભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, રોશની અને સુશોભન, વૃક્ષારોપણ, સાફ-સફાઈ તેમજ મેડિકલ ટીમની તૈનાતી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદારશ્રી અલ્પેશ પરમાર સહિતના સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!