MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની ઉજવણી અન્વયે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયી સમીક્ષા બેઠક

MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની ઉજવણી અન્વયે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયી સમીક્ષા બેઠક
૯ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રા તથા શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને દેશભક્તિસભર કાર્યક્રમોનું કરાશે સુચારુ આયોજન
૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા. ૯ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન તેમજ ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ અન્વયે વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉજવણીના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનારી તિરંગા યાત્રાઓ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ, તથા જાગૃતિ અભિયાન અન્વયે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદારશ્રી અલ્પેશ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









