નવસારી: પેઢીનામું ગામમાં જ મળે તેવી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા રેવન્યુ સચિવને ડો. નિરવ પટેલની રજૂઆત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગ્રામજનોને તાલુકા કચેરીના ધક્કાથી મુક્તિ આપવા રેવન્યુ સચિવને રજૂઆત
આદિવાસી સમાજના પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના યુથ લીડર ડો. નિરવભાઈ પટેલે રેવન્યુ સચિવને રજૂઆત કરી પેઢીનામું (વંશાવળી પ્રમાણપત્ર) ગામ સ્તરે જ સરળતાથી મળે તેવી જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
તેમણે જણાવ્યું કે હાલ તાલુકા કચેરી સુધી વારંવાર જવું, સાક્ષીઓ સાથે હાજર રહેવું અને લાંબી પ્રક્રિયા કારણે ગ્રામજનો, ખાસ કરીને આદિવાસી, SC-ST, OBC, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ અને વડીલોને ભારે મુશ્કેલી અને આર્થિક બોજ સહન કરવો પડે છે.
ડો. પટેલે કહ્યું કે અગાઉ ગ્રામ પંચાયત સ્તરે જ પેઢીનામું તૈયાર થતું હતું, જે સરળ અને ઓછા ખર્ચાળ હતું. હાલની વ્યવસ્થાથી “સરકાર તમારા દ્વાર”ના સિદ્ધાંતને નુકસાન થઈ રહ્યું છે. અમારી મુખ્ય માંગણીઓ :પેઢીનામું ગામ પંચાયત સ્તરે ફરી શરૂ કરવું તલાટી કમ મંત્રીને સ્થાનિક સ્તરે સત્તા આપવી જરૂર પડે તો ગ્રામ્ય કેમ્પ દ્વારા સેવા ઉપલબ્ધ કરવી સમયમર્યાદા નક્કી કરી વિલંબ માટે જવાબદારી નક્કી કરવી સમગ્ર રાજ્યમાં સરળ અને એકસરખી પ્રક્રિયા અમલમાં મૂકવીતેમણે જણાવ્યું કે આ સુધારા અમલમાં આવે તો લાખો ગ્રામજનોનો સમય, ખર્ચ અને અનાવશ્યક ધક્કા બચી જશે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેની તરફ ગ્રામજનોની નજર છે.




