AHAVADANGGUJARAT

ડાંગ:સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલ તાલીમ સફળતાપૂર્વક સંપન્ન….

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

*વિદ્યાર્થીઓમાં રોજગારક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ અને સંચાર કૌશલ્યના વિકાસ પર ભાર*

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રોજગારક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે તા. 6 જુલાઈથી  20 દિવસીય ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં ટી.વાય.બી.એસ.સી. તથા એસ.વાય.બી.એસ.સી.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરમિયાન કાર્યક્રમના મુખ્ય ટ્રેનર શ્રી પિંકલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યે આત્મવિશ્વાસ વિકસે તે માટે અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે કમ્યુનિકેશન સ્કિલ, સોફ્ટ સ્કિલ્સ, વ્યક્તિત્વ વિકાસ અને રોજગાર માટે જરૂરી કૌશલ્યો અંગે પણ વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ, સમૂહ ચર્ચાઓ, પ્રાયોગિક સત્રો અને સંવાદ આધારિત અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ગુણો અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

સરકારી વિજ્ઞાન કોલેજ, આહવાના પ્રિન્સીપાલશ્રી ડો.એ.જી.ધારિયાએ જણાવ્યું હતું કે આવા તાલીમ કાર્યક્રમો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ રોજગાર ક્ષેત્રે સફળતા મેળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે, અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમનું આયોજન, સંચાલન કો ઓર્ડીનેટર સુશ્રી અમી પટેલ દ્વારા કરવામા આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!