GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

 

HALVAD:હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

હળવદ તાલુકાના કડીયાણા ગામમાં કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને મોરબી એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમે ઝડપી પાડી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેન્જ ભુજ (કચ્છ)ના પોલીસ મહાનિરીક્ષકશ્રી તથા મોરબી પોલીસ અધીક્ષકશ્રીની સૂચના મુજબ, એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

બાતમી મળી હતી કે કડીયાણા ગામે નરેન્દ્રભાઈ જયંતિભાઈ કૈલા નામનો શખ્સ ડિગ્રી વગર એલોપેથિક દવાનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે પી.એચ.સી. જૂના દેવળીયાના તબીબી અધિકારીશ્રીને સાથે રાખી રેઇડ પાડવામાં આવી હતી.

ઝડપાયેલ આરોપી નરેન્દ્રભાઈ જયંતિભાઈ કૈલા સરનામું: હરીદર્શન પાર્ક સોસાયટી, તાલુકો હળવદ, જિલ્લો મોરબી

કબ્જે કરાયેલ મુદ્દામાલ:૧. અલગ-અલગ કંપનીની એલોપેથિક દવાઓ, ટેબ્લેટ્સ, સિરપ, ઇન્જેક્શનો, બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટ તથા સ્ટેથોસ્કોપ સહિતનો કુલ રૂ. ૪૪,૫૩૨/- નો જથ્થો.૨. રોકડા રૂપિયા ૧,૧૫૦/-(કુલ કિંમત રૂ. ૪૫,૬૮૨/- નો મુદ્દામાલ કબ્જે કરાયો) પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ અને ૩૩ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે. હાલ આગળની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!