TANKARA:ટંકારા પોલીસે પ્રોહિબિશનના બે ગુનામાં ૪ માસથી નાસતા-ફરતા આરોપી ઝડપાયો

TANKARA:ટંકારા પોલીસે પ્રોહિબિશનના બે ગુનામાં ૪ માસથી નાસતા-ફરતા આરોપી ઝડપાયો
મોરબી સિટી એ ડીવિઝન અને ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનાઓમાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડીના ટ્રકમાંથી ઝડપાયેલા અંગ્રેજી દારૂના જથ્થા તેમજ મોરબીના તુલસીપાર્ક નજીકથી ત્રણ અલગ-અલગ વાહનોમાંથી મળેલા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસે પકડી પાડેલા આરોપીનું નામ મેઘજીભાઇ ઉર્ફે મેઘરાજ વિરમભાઇ સાટકા (ભરવાડ) (ઉં.વ. ૨૭, રહે. ગઢડા-નાગબાઇ, તા. પડધરી, જી. રાજકોટ) હોવાનું સામે આવ્યું છે. ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવા માટે આગળની ધોરણસરની કાર્યાવહી હાથ ધરી છે.








