MEHSANAVIJAPUR

નારી વંદન સપ્તાહ અંતર્ગત વિજાપુરમાં મહિલાઓ-કિશોરીઓની આરોગ્ય તપાસ

10 આયુષ્યમાન આરોગ્ય મંદિરો ખાતે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન સહિતની તપાસ કરાઇ

નારી વંદન સપ્તાહ અંતર્ગત વિજાપુરમાં મહિલાઓ-કિશોરીઓની આરોગ્ય તપાસ10 આયુષ્યમાન આરોગ્ય મંદિરો ખાતે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન સહિતની તપાસ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક અને શારીરિક રીતે સશક્ત બને અને સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી તા. 1થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિજાપુર તાલુકાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરો ખાતે મહિલાઓ, આશા બહેનો તથા કિશોરીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.

જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ તથા આર.સી.એચ.ઓ. ડો. વિજય પટેલના માર્ગદર્શન હેઠળ તા. 8 ઓગસ્ટના રોજ ફલુ, પિલવાઈ, લાડોલ, પામોલ, સોખડા, દગાવાડિયા, વસઈ, જંત્રાલ, વિજાપુર અને સરદારપુર ખાતે મહિલાઓ અને કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હિમોગ્લોબિનની તપાસ ઉપરાંત વજન, ઊંચાઈ સહિતની સામાન્ય આરોગ્ય તપાસ મેડિકલ ઓફિસરો દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય તપાસ દરમિયાન જરૂરી જણાય તેવા લાભાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું .મહિલાઓ અને કિશોરીઓને સ્વસ્થ શરીર માટે નિયમિત યોગ અને કસરત કરવા તેમજ સમતોલ અને પૌષ્ટિક આહાર લેવા અંગે સમજ આપવામાં આવી હતી. હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું ધરાવતી મહિલાઓને ફેરસની ગોળીઓ પણ આપવામાં આવી હતી.

સમગ્ર આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નારી વંદન સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ આરોગ્ય કેમ્પથી મહિલાઓ અને કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો.

Back to top button
error: Content is protected !!