BANASKANTHAGUJARATKANKREJ

થરા મધુશિવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓના જન્મ દિવસની સામૂહિક ઉજવણી અંતર્ગત હવન યોજાયો.

થરા મધુશિવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓના જન્મ દિવસની સામૂહિક ઉજવણી અંતર્ગત હવન યોજાયો.

થરા મધુશિવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓના જન્મ દિવસની સામૂહિક ઉજવણી અંતર્ગત હવન યોજાયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ મધુશિવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓના જન્મ દિવસની સામૂહિક ઉજવણીના ભાગરૂપે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક હવન માં ભાગ લઈ શ્રદ્ધાપૂર્વક આહુતિ અર્પણ કરી વિદ્યાર્થીઓના સુખ, સ્વાસ્થ્ય,શાંતિ,સારા સંસ્કાર તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમા શાળા પરિસરમાં આનંદ,શિસ્ત અને સંસ્કાર  નું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું.આચાર્ય ભલાભાઈ નાડોદા,શિક્ષિકા જાગૃતિબેન સાધુ, ભૂમિકાબેન પ્રજાપતિ, આરતીબેન પરમાર,કાજલબેન દેસાઈ,અર્ચનાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકગણે વિદ્યાર્થીઓને હવનનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપી હવનમાં સહભાગી બનાવ્યા હતા. વિદ્યાર્થીઓના જન્મદિવસની આ પ્રકારની સામૂહિક ઉજવણીથી બાળકોમાં પરસ્પર પ્રેમ,એકતા, સહકાર, શિસ્ત અને સંસ્કારની ભાવના વિકસે છે.સાથે સાથે પોતાના જન્મ દિવસની ખુશી શાળાના મિત્રો અને શિક્ષકો સાથે વહેંચવાની સુંદર તક પણ વિદ્યાર્થીઓને મળેલ.કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય સહીત સમગ્ર શિક્ષકગણે સુંદર આયોજન કરી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!