ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – કુણોલ થી ઈસરી તરફ કરોડો રૂપિયાના કામમાં સીસી રોડ માત્ર ત્રણ મહિનામાં જ ધોવાયો ખાડા પડ્યા,ગ્રામજનોમાં રોષ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – કુણોલ થી ઈસરી તરફ કરોડો રૂપિયાના કામમાં સીસી રોડ માત્ર ત્રણ મહિનામાં જ ધોવાયો ખાડા પડ્યા,ગ્રામજનોમાં રોષ

મેઘરજ તાલુકાના કુણોલ થી ઈસરી તરફ ગામમાં થોડા સમય પહેલા બનાવવામાં આવેલા સીસી રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. રોડ બન્યાને હજુ માત્ર ત્રણ મહિના જેટલો સમય થયો છે, ત્યાં જ રોડ પર મોટા ખાડા પડી જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ રોડની હાલત બિસ્માર બની ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રોડ પરથી કાંકરીઓ ઉખડી જવા ઉપરાંત કેટલાક સ્થળોએ લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા રોડના બાંધકામમાં ગુણવત્તા જાળવવામાં આવી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.જોકે નવો રોડ આટલા ઓછા સમયમાં બિસ્માર બનતા સરકારી નાણાંના ઉપયોગ સામે પણ ગ્રામજનોમાં ચર્ચા છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા રોડની ગુણવત્તાની તપાસ કરવામાં આવે અને જો બાંધકામમાં ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.સાથે જ રોડનું તાત્કાલિક સમારકામ કરી ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!