GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના દરબારગઢ પાસે જાની શેરીમાંથી જુગારધામ ઝડપાયું: બે મહિલા સહિત ૮ ઝબ્બે, બે મહિલા નાસી છૂટી

 

MORBI:મોરબીના દરબારગઢ પાસે જાની શેરીમાંથી જુગારધામ ઝડપાયું: બે મહિલા સહિત ૮ ઝબ્બે, બે મહિલા નાસી છૂટી

મોરબી શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલી જાની શેરીમાં ચાલી રહેલા જુગારધામ પર સીટી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે બે મહિલાઓ સહિત કુલ ૮ શખ્સોને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે મહિલાઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન દરબારગઢ સ્થિત જાની શેરીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી રોકડા રૂ. ૧૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીઓ:૧. અમિતભાઈ મોહનભાઈ ગજરા (રહે. કાલિકા પ્લોટ, મોરબી) ૨. જયેશભાઈ હમીરભાઇ ખાંભલા (રહે. સબ જેલ પાછળ, બોરીચા વાસ, મોરબી) ૩. અનિરુદ્ધસિંહ નટુભા ઝાલા (રહે. વૃંદાવન પાર્ક, સામાકાંઠે, મોરબી) ૪. અંજનાબેન હસમુખભાઈ નિમાવત (રહે. ગાયત્રીનગર, મોરબી) ૫. નયનાબા નરેન્દ્રસિંહ ઝાલા (રહે. ત્રાજપર ગામ પાછળ, વૃંદાવન પાર્ક, મોરબી) ૬. બાસિદભાઈ રફિકભાઈ સંજાત (રહે. વજેપર શેરી નં. ૪, મોરબી) ૭. વાલજીભાઈ કરસનભાઈ રાંકજા (રહે. જાની શેરી, દરબારગઢ, મોરબી) ૮. જયદીપભાઇ અણદાભાઈ આલ (રહે. ગાયત્રી નગર શેરી નં. ૫, વાવડી રોડ, મોરબી)ફરાર આરોપીઓ:૧. ઝરીનાબેન સલીમભાઈ સુમરા (રહે. કાલિકા પ્લોટ, મોરબી) ૨. અલકાબેન સુભાષભાઈ વાઘેલા (રહે. વજેપર, મોરબી)

દરોડા દરમિયાન ઉપરોક્ત બંને મહિલાઓ સ્થળ પરથી નાસી છૂટી હતી. પોલીસે ઝડપાયેલા ૮ અને ફરાર ૨ મહિલાઓ મળી કૂલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર મહિલાઓને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!