KUTCHMUNDRA

અદાણી ગ્રુપ દ્વારા બહુમુખી હરિત પહેલ સાથે “૧૦૦ મિલિયન વૃક્ષારોપણ” સંકલ્પને અભૂતપૂર્વ વેગ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુન્દ્રા અને ખાવડા વિસ્તારમાં વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અદાણી ગ્રુપ દ્વારા બહુમુખી હરિત પહેલ સાથે “૧૦૦ મિલિયન વૃક્ષારોપણ” સંકલ્પને અભૂતપૂર્વ વેગ

૦૦૦

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુન્દ્રા અને ખાવડા વિસ્તારમાં વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

 

 * મિયાવાકી વૃક્ષારોપણ: મુન્દ્રા પોર્ટ પરિસરમાં વૈજ્ઞાનિક મિયાવાકી પદ્ધતિથી ૪૦થી વધુ પ્રજાતિઓના ૩૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર.

 * ‘અદાણી વન’નું નિર્માણ: ટૂંડા ગામ ખાતે પ્રથમ તબક્કામાં ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર, આગામી તબક્કામાં કુલ ૨૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય.

 * જળ સંરક્ષણ પહેલ: ખાવડાના જુણા ગામથી ૧૦ તળાવોના ખાણેતરા અને પુનર્જીવનના કાર્યનો પ્રારંભ.

 * જાગૃતિ કાર્યક્રમ: ઝરપરા કન્યા શાળાના ૧૨૦થી વધુ બાળકો માટે પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણ.

 

મુંદરા, ૯ ઓગસ્ટ ૨૦૨૬:

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે અદાણી ગ્રુપ અંતર્ગત કાર્યરત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ), અદાણી ફાઉન્ડેશન, અદાણી ગ્રીન એનર્જી અને અન્ય સંસ્થાઓ દ્વારા મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વિશાળ અને બહુમુખી હરિત પહેલો હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર અભિયાન પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, જૈવવિવિધતા વિકાસ અને સમુદાય જાગૃતિને મજબૂત બનાવવાના હેતુ સાથે આયોજિત કરવામાં આવ્યું હતું. ખાસ નોંધનીય છે કે આ પ્રયાસ અદાણી ગ્રુપના ચેરમેન દ્વારા જાહેર કરાયેલા “૧૦૦ મિલિયન વૃક્ષારોપણ” ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી પગલું છે.

મુન્દ્રા પોર્ટ પરિસરમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા ૩૦૦૦થી વધુ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાંબા ગાળે પર્યાવરણીય સ્થિરતા જળવાઈ રહે તે માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી સ્થાનિક તથા પ્રાદેશિક ૪૦થી વધુ પ્રજાતિઓની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે કસ્ટમ કમિશનરશ્રી નીતિન સૈની (મુન્દ્રા), APSEZ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહ, મુન્દ્રા-તુણા પોર્ટના CEO શ્રી સુજલ શાહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સંદીપ ચૌધરી અને ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ. આર. રામાણી સહિતના અગ્રણી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, ટૂંડા ગામ ખાતે ‘અદાણી વન’ નામે મિયાવાકી પદ્ધતિથી ઝડપથી વિકસતા ગીચ જંગલનું નિર્માણ શરૂ કરાયું છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૦,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને બીજા તબક્કામાં ક્ષમતા વધારીને ૨૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. આ હરિત ક્ષેત્રમાં વૃક્ષો, ફળઝાડ, ઔષધીય છોડ અને વેલીઓ સહિત ૩૮થી વધુ જાતની વનસ્પતિઓનો સમાવેશ કરાયો છે.

 

જળ સંરક્ષણ અને સમુદાય જાગૃતિ અભિયાન:

 * જળ સંરક્ષણ કાર્ય: ખાવડા તાલુકાના જુણા ગામથી જળ સંરક્ષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ વિસ્તારના ૧૦ તળાવોના ખાણેતરા (ઊંડા ઉતારવા) અને પુનર્જીવનનું કામ કરાશે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને સ્થાનિક ખેતી તથા પશુપાલનને નવું બળ મળશે.

 * શાળાકીય જાગૃતિ: ઝરપરા કન્યા શાળા ખાતે ૧૨૦થી વધુ વિદ્યાર્થિનીઓએ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અને પ્રકૃતિ સંરક્ષણ વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ બાળકોને શૈક્ષણિક કિટ તથા ટોચના ૫૦ સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ બહુમુખી પ્રયાસો માત્ર એક દિવસની પ્રતીકાત્મક ઉજવણી પૂરતા સીમિત નથી, પરંતુ કાર્બન સિક્વેસ્ટ્રેશન, જમીન સંરક્ષણ અને સ્થાનિક ઇકોસિસ્ટમના પુનર્જીવન માટે દીર્ઘકાલીન યોગદાન આપશે. અદાણી ગ્રુપ પર્યાવરણ સંરક્ષણ, સામાજિક વિકાસ અને સમુદાયની ભાગીદારી સાથે આ ટકાઉ વિકાસ યાત્રાને આગળ ધપાવવા કટિબદ્ધ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!