GUJARATSINORVADODARA

શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ડીજે બેન્ડ સાથે રેલી સેગવાથી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા.


ફૈઝ ખત્રી..શિનોર
સમગ્ર વિશ્વભરમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે..
ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સેગવા ના યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવા તેમજ જેસલ વસાવા તેમજ આદિવાસી યુવાનોની આગેવાનીમાં બેન્ડ ડીજે સાથે ભવ્ય રેલી યોજાઈ હતી.
રેલી સાધલી ગામે આવી પહોંચતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ.તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત આગેવાનોએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી રેલીમાં જોડાયા હતા.

રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો પરંપરાગત આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી.
રેલી સેગવા ગામેથી પ્રસ્થાન કરી માલપુર, અવાખલ, સાધલી, મીંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા ફોફળિયા અને સીમળી થઈને પુનઃ સેગવા ગામે સમાપન કરાયું .

Back to top button
error: Content is protected !!