ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
રાજપારડી ચાર રસ્તા ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વહેલી સવારથી ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ આદિવાસી સમાજના અધિકારો, એકતા અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
«
Prev
1
/
169
Next
»
KHATRI IRFAN23 minutes agoLast Updated: August 9, 2026