આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ગુરુ વંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ ઉજવાયો

9 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ગુરુ વંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ ઉજવાયો. ભારત વિકાસ પરિષદ, વિસનગર દ્વારા આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ગુરુ વંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં મહેમાનશ્રીઓ શ્રી હર્ષદભાઈ પટેલ (પ્રમુખશ્રી, ભારત વિકાસ પરિષદ), ડો.જયેશભાઈ શુક્લ (ટ્રસ્ટી પ્રમુખ, ભા.વિ.પ.), ડો.નિખિલભાઈ ઠક્કર (ઉ.ગુ.પ્રાંત ઓફિસર, ભા.વિ.પ.), હરેશભાઈ વ્યાસ (પ્રોજેક્ટ ચેરમેન, ભા.વિ.પ.), જીજ્ઞાબેન જોશી (કો.પ્રોજેક્ટ ચેરમેન,ભા.વિ.પ.) વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શુભ શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી. સ્કૂલની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કર્યા બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સ્કૂલના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ સૌનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરી પુસ્તક અર્પણ કરી મહેમાનોને સન્માનિત કર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં ડો.જયેશભાઈ શુક્લાએ ભારત વિકાસ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમજ શ્રી હર્ષદભાઈ પટેલે ‘ગુરુ મહિમા’ વિશે વિસ્તૃત સમજ આપી મૂલ્યલક્ષી વાર્તાના દ્રષ્ટાંત દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વ્યક્તિત્વ નિર્માણની પ્રેરણા પુરી પાડી હતી.. આ સાથે દરેક ધોરણમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને તથા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને અભ્યાસમાં નિયમિત્તતા દાખવનાર વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદના દ્રારા પ્રમાણપત્ર અને શાળા તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓમાં શિસ્ત કેળવનાર શિક્ષકોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. શિક્ષકશ્રી ભરતભાઈ ચૌધરીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી ગુરુ મહિમા વિશે વિદ્યાર્થીઓમાં પ્રેરણા પુરી પાડી હતી. છેલ્લે ગુરુ દક્ષિણા રૂપે પ્રોજેક્ટ ચેરમેન શ્રી હરેશભાઈ વ્યાસે સૌ વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના, પ્રમાણિકતા અને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.અંતમાં ભા.વિ. પરિષદ દ્વારા સૌ વિદ્યાર્થીઓને ચોકલેટ ખવડાવી મો મીઠું કરાવી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.






