SAGBARA

દેડિયાપાડા-સાગબારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી,

આદિવાસી પરંપરા, સંસ્કૃતિ અને જળ-જંગલ-જમીનના સંરક્ષણનો સંદેશ આપતી રેલી યોજાઈ,

દેડિયાપાડા-સાગબારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5705;
AI_Scene: (-1, -1);
aec_lux: 130.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 42;

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

આદિવાસી પરંપરા, સંસ્કૃતિ અને જળ-જંગલ-જમીનના સંરક્ષણનો સંદેશ આપતી રેલી યોજાઈ,

 

દેડિયાપાડા : દેડિયાપાડા અને સાગબારા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બંને તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો એકત્રિત થઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.

કાર્યક્રમમાં આદિવાસી સમાજના વડીલો સહિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડીલો દ્વારા આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના સંબંધ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને જળ, જંગલ અને જમીનનું રક્ષણ તથા સંરક્ષણ કેવી રીતે કરવું, તેમજ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાગત રીત-રિવાજોનું જતન કેવી રીતે કરવું તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો, વેશભૂષા અને લોકસંસ્કૃતિની ઝલક સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. રેલી પીઠા ગ્રાઉન્ડથી શરૂ થઈ યાહ મોહી ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં આદિવાસી રીત-રિવાજ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ત્યારબાદ રેલી લીમડાચોક થઈ ફરી પીઠા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દ્વારા આદિવાસી સમાજની એકતા જાળવવા, પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા તેમજ જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!