GUJARATHALOLPANCHMAHAL

હાલોલ યુવા આદિવાસી સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૮.૨૦૨૬

હાલોલ યુવા આદિવાસી સંગઠન દ્વારા આજે રવિવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અને રાજકીય અને આદિવાસી આગેવાનો ની ઉપસ્થિતિ માં તાલુકા પંચાયત કંપાઉન્ડમાં આ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ ની શરૂઆત આદિવાસીઓ ના આરાધ્ય બુરાસમુંડા ની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી કરવામાં આવ્યું તો આમંત્રિત સૌ મહેમાનો અને આગેવાનો નું શાબ્દિક અને ફુલહાર થી સ્વાગર કરવામાં આવ્યું હતું. યુવા આદિવાસી સંગઠન સાથે જોડાયેલા માસ્ટર હિતેશભાઈ બામણિયા એ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજ ને શિક્ષણ નું મહત્વ અને તેની તાકાત સમજાવતા સમાજ ના વધુ ને વધુ યુવાઓ ને શિક્ષિત બનાવવા માટે સૂચન કર્યું. કાર્યક્રમ માં મહેમાનો એ આદિવાસીઓ ના પરંપરાગત શસ્ત્રો ભલા, તીર કામઠું, ધારીયું ની પૂજા કરવામાં આવી હતી. કાર્યક્રમ પછી આદિવાસીઓ એ ડીજે ના તાલે અદિવસી લોકનૃત્ય કરતા પરંપરાગત રામઢોલ ના તાલે નાચતા કૂદતા એક રેલી કાઢવામાં આવી જે નગરના વિવિધ વિસ્તારો માં ફરી હતી. આદિવાસી વેશભૂષા માં આવેલા યુવાઓ લાલ લીલી પાઘડી બાંધી હાથમાં શસ્ત્ર લઈ કિલકારીઓ કરતા નીકળ્યા હતા જેને ભારે આકર્ષણ પણ જમાવ્યું હતું.9 ઓગસ્ટ ને યુનેસ્કો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર થી આજ ના દિવસે સમગ્ર દેશ, દુનિયા માં વસતા આદિવાસીઓ આ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે, તો ગુજરાત રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા પણ રાજ્યભર માં આજના દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.જ્યારે લાલ-લીલી પાઘડી પહેરી અને હાથમાં પરંપરાગત શસ્ત્ર ધારણ કરેલા આદિવાસી યુવાઓએ કિલકારીઓ સાથે આ રેલીમાં ભાગ લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Back to top button
error: Content is protected !!