GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના સમથેરવા સીમમાં નિર્વસ્ત્ર લાશ મળવાના વણઉકેલાયેલા મર્ડર કેસનો પર્દાફાશ :૬ આરોપીઓ ઝબ્બે 

 

WAKANER:વાંકાનેરના સમથેરવા સીમમાં નિર્વસ્ત્ર લાશ મળવાના વણઉકેલાયેલા મર્ડર કેસનો પર્દાફાશ :૬ આરોપીઓ ઝબ્બે

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી આશરે ચાર મહિના પહેલાં મળી આવેલી અજાણ્યા પુરુષની મર્ડર કરાયેલી લાશના મિસ્ટ્રીયસ કેસનો મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ચોરીના શંકાસ્પદ ઈરાદાથી ઘરમાં ઘૂસેલા અજાણ્યા પુરુષને ઢોર માર મારી હત્યા કરનાર ૬ આરોપીઓની ધરપકડ કરી રૂ. ૧૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગત તા. ૦૮/૦૪/૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ખરાબાની અવાવરૂ જગ્યામાંથી એક અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર અને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ-૧૦૩(૧), ૫૪ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. મરણજનારની ઓળખ ન થઈ શકી હોવાથી આ કેસ મોરબી પોલીસ માટે મોટો પડકાર બન્યો હતો.

સરહદી રેન્જ ભુજ આઈજી શ્રી ચિરાગ કોરડીયા અને મોરબી એસ.પી. શ્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એસ.પી. જાડેજાની ટીમે ટેકનિકલ સેલ અને હ્યુમન સોર્સની મદદથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ અને આસપાસના વિસ્તારના રહિશો તથા કારખાનાના મજૂરોની પૂછપરછ બાદ શંકાસ્પદ ૬ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી કડક પૂછપરછમાં તમામ આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો.

મરણજનાર અજાણ્યો પુરુષ આરોપી સંદીપ ઝાલરીયાના ઘરમાં ચોરીના ઇરાદાથી ઘૂસ્યો હતો. સંદીપે તેને પકડી પાડતા તેના ખિસ્સામાંથી પોતાની કાર અને એક્ટિવા કારની ચાવીઓ મળી આવી હતી. આ માથાકૂટ બાદ સંદીપે ડ્રાઇવર રાજેશ ડાભીને બોલાવી, મરણજનારને ઇનોવા કારમાં બેસાડી માથક નજીકના પોતાના સોલાર ફાર્મ પર લઈ ગયો હતો. ત્યાં સોલાર ફાર્મના માણસો સાથે મળીને આ અજાણ્યા પુરુષને પીવીસી પાઇપ વડે ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થતાં, લાશને સમથેરવા ગામની સીમમાં ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી.

ઝડપાયેલા આરોપીઓ૧. સંદીપભાઇ ધનજીભાઈ ઝાલરીયા (રહે. ઉમીયાનગર, શનાળા રોડ, મોરબી)૨. એલીસભાઇ જસમતભાઇ ઉર્ફે જયંતીભાઇ ઝાલરીયા (રહે. લુટાવદર, મોરબી) ૩. દીવ્યેશભાઇ ગોવીંદભાઇ ઝાલરીયા (રહે. લુટાવદર, મોરબી) ૪. મુન્નો ઉર્ફે વરૂણ રૈયાભાઇ ગોલતર (રહે. રફાળેશ્વર, મોરબી) ૫. રાજેશભાઇ રમેશભાઈ ડાભી (રહે. ભડીયાદ, મોરબી) ૬. રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ (મૂળ રહે. બિહાર)

કબજો કરેલ મુદ્દામાલ:ઈનોવા કાર (નંબર GJ36L 9881) – કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન (નંગ-૮) – કિંમત રૂ. ૧,૧૦,૦૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૧૧,૧૦,૦૦૦/-આ સફળ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એસ.પી. જાડેજા, પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ, પી.એસ.આઈ. વી.જી. માલાણી તથા  એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેકનિકલ સેલના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!