MORBI:મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં સતત બીજી વખત બિનહરીફ પ્રમુખશ્રી તરીકે દિનેશભાઇ હૂંબલની વરણી.

MORBI:મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં સતત બીજી વખત બિનહરીફ પ્રમુખશ્રી તરીકે દિનેશભાઇ હૂંબલની વરણી.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની સાધારણ સભા તા.8/8/2026 નાં રોજ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં રાણેકપર પ્રા. શાળા ખાતે મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘ નાં પૂર્વ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.જેમાં મહાસમિતિના 109 સભ્યો તથા શિક્ષક મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપી.મહાસમિતિની સાધારણ સભાની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી.ત્યાર બાદ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના હિસાબો આવક જાવક તથા બેલેન્સ સહિત વિગતે તમામ સભ્યોને જણાવવામાં આવ્યા.ત્યારબાદ જિલ્લા પ્રા.શિ. સંઘના નવા પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકવામાં આવી જે બિનહરીફ જાહેર થયેલ. શિક્ષકોના હિત માટે હંમેશા ચિંતિત અને શિક્ષકોના પ્રશ્નોને વાચા આપનાર *દિનેશભાઇ હૂંબલ* ની સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી.પ્રમુખશ્રી ની વરણી બાદ હોદ્દાની રૂએ પ્રમુખશ્રી દ્વારા મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના મહામંત્રી તરીકે *પ્રફુલભાઈ નાયકપરા* ની વરણી કરવામાં આવી.પ્રમુખશ્રી દ્વારા ઉદબોધનમાં શિક્ષકોના હાલ રહેલા પ્રશ્નો તથા સમસ્યાઓ બાબતે વિસ્તૃત ચર્ચા તથા આગામી સમયનું વિઝન રજૂ કરવામાં આવ્યું.સૌ મહાસમિતિના સભ્યોએ નવનિયુક્ત પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી ને ફૂલ હાર તથા શાલ ઓઢાડી અને અભિનંદનનો વરસાદ કરવામાં આવ્યો. આ તકે ગત વર્ષના મોરબી જિલ્લાના તમામ ઘટક સંઘના પ્રમુખશ્રી/ મહામંત્રીશ્રીઓનું પણ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું.નવા વરણી થયેલ પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોના શક્ય તેટલા બધા જ પ્રશ્નો ના સોલ્યુશન માટે બનતા બધા પ્રયત્નો કરવાની બાંહેધરી આપવામાં આવી.મોરબી જિલ્લા શિક્ષકમિત્રો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.









