છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત શાંતાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ કોસીન્દ્રાના વતની મીત વિષ્ણુ પરમારે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામી સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. કપડાં ઈસ્ત્રી કરતા પિતા વિષ્ણુભાઈ અને સિલાઈ કામ કરતા માતા જ્યોત્સનાબેનના પુત્ર મીતે શિરોલાવાલા હાઈસ્કૂલ અને સફાયર પબ્લિક સ્કૂલમાંથી ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ B.Techના પ્રથમ વર્ષ દરમિયાન દેશસેવાને પ્રાથમિકતા આપી સેનામાં સ્થાન મેળવ્યું હતું. હૈદરાબાદ ખાતે 8 મહિનાની સખત આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને પ્રથમ વખત વતન પરત ફરતા પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બોડેલીના વિશ્રામ ગૃહથી ગોપેશ્વર મંદિર સુધી યોજાયેલી ભવ્ય રેલીમાં હાથમાં તિરંગો અને ‘ભારત માતા કી જય’ના ઘોષ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેનાથી સમગ્ર બોડેલી દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સામાન્ય પરિવારમાંથી આવીને સેનામાં જોડાયેલા મીત પરમાર પર ગર્વ વ્યક્ત કરી ગ્રામજનો અને સ્નેહીઓએ તેમને પુષ્પવર્ષા સાથે દેશસેવા માટે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય