JODIYA:રાજકોટ રેન્જ ટીમ દ્વારા જોડિયાના લખતર ગામની વાડીમાં દરોડો પાડી: ૯ જુગારીઓ ઝડપી લીઘા

JODIYA:રાજકોટ રેન્જ ટીમ દ્વારા જોડિયાના લખતર ગામની વાડીમાં દરોડો પાડી: ૯ જુગારીઓ ઝડપી લીઘા
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ડામી દેવા આપેલી સખ્ત સૂચનાના પગલે રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા સાંપડી છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લખતર ગામની સીમમાં દરોડો પાડી પોલીસે ગંજ Stiફાનો જુગાર રમતા ૯ શખ્સોને રૂ. ૧૦,૨૫,૯૦૦/- ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પો.સ.ઇ. શ્રી સી.એમ. કાંટેલીયા અને ટીમ (સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, મિતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા) દ્વારા લખતર ગામના હેમરાજભાઈ શીવાભાઇ ભાલોડીયાની માલિકીની વાડીની ઓરડીમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો.
વાડીની ઓરડીમાં તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમી રહેલા ૯ શખ્સોને સ્થળ પરથી જ રોકડા રૂ. ૩,૩૫,૯૦૦/-, ૮ નંગ મોબાઈલ ફોન, ૩ મોટરસાયકલ અને ૧ ઈકો કાર મળી કુલ રૂ. ૧૦,૨૫,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ ૧. હેમરાજભાઈ શીવાભાઇ ભાલોડીયા (રહે. લખતર, તા. જોડિયા)૨. સુખાભાઈ મેઘજીભાઈ ઘેટીયા (રહે. કેશીયા, તા. જોડિયા)૩. કાન્તીભાઇ ગંગારામભાઇ સંતોકી (રહે. વાંકિયા, તા. ધ્રોલ) ૪. પ્રવીણભાઇ અમૃતભાઈ નીમાવત (રહે. જ્યોતિયાર્ક, ધ્રોલ) ૫. જીગ્નેશભાઇ મોહનભાઇ નાગપરા (રહે. જ્યોતિયાર્ક, ધ્રોલ) ૬. નીલેશભાઇ ગીરધરભાઇ ભીમાણી (રહે. વાંકિયા, તા. ધ્રોલ) ૭. અજયભાઇ મનજીભાઇ ગોદવાણી (રહે. કેશીયા, તા. જોડિયા) ૮. નરભેરામભાઇ ટપુભાઇ ગડારા (રહે. વાંકિયા, તા. ધ્રોલ) ૯. લાભુભારતી બચુભારતી ગોસાઈ (રહે. કેશીયા, તા. ધ્રોલ) તમામ ૯ આરોપીઓ સામે જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









