BANASKANTHAGUJARATKANKREJ

થરા શાકમાર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે વિશેષ સ્ટોલનું ઉદઘાટન કરાયું…

થરા શાકમાર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે વિશેષ સ્ટોલનું ઉદઘાટન કરાયું...

થરા શાકમાર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે વિશેષ સ્ટોલનું ઉદઘાટન કરાયું…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શાકમાર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના સીધા વેચાણ માટે વિશેષ સ્ટોલનું ૧૦ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ઓગડ તાલુકા પંચાયત ના પ્રમુખ નીતાબેન ઠાકોર ના પતિ દશરથજી ઠાકોર, ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના અધિકારીગણ નિકુલભાઈ જોશી,અખિલભાઈ જોશી, મુકેશભાઈ ઠાકોર, અશ્વિનભાઈ જોશી,જયદીપ ચૌધરી,દુધાભાઈ ભૂભળીયા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં ઠાકોર વરજંગજી ઈસરવા, રામજીભાઈ પટેલ સલીમગઢ, સુરેશભાઈ પટેલ ભાવનગર, અલ્પેશભાઈ ખોડા ની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી મુક્ત, સ્વાસ્થ્યપ્રદ ખોરાક લોકોને મળી રહે અને ખેડૂતોને યોગ્ય બજાર મળે તે હેતુથી માર્કેટ યાર્ડ દ્વારા આ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે.ઓગડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ઠાકોરે ઓગડ અને કાંકરેજ તાલુકાની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, “આપણી તંદુરસ્તી જાળવવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સ્ટોલ પરથી જ ફળો, શાકભાજી અને અનાજની ખરીદી કરવી જોઈએ.”અને પરિવારને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેત પેદાશોનો ઉપયોગ કરવો જોઈએ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!